1 મહાસાગર, 2 દુશ્મન અને 41 મિત્ર, હિન્દુસ્તાનના 'મિલન'થી ચીન-પાકિસ્તાનને જબરદસ્ત બળતરા

દુશ્મનોની ગેમ ઓવર કરવા માટે હિન્દુસ્તાન (India) ની નૌસેના સૌથી મોટી વોરગેમની તૈયારી કરી રહી છે. હિન્દ મહાસાગર (Indian Ocean) માં ભારતના મિત્રોનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ થશે. ચીન-પાકિસ્તાન (Pakistan) ને હિન્દુસ્તાન જ નહીં પરંતુ તેના મિત્રોથી પણ ડર લાગી રહ્યો છે. 41 દેશોના મિલન (Milan 2020) થી હવે દુશ્મનોની દરેક ચાલ પર નિગરાણી નેત્ર હાજર રહેશે. એટલે કે ભારતની આસપાસની દરિયાઈ સીમા અભેદ્ય થઈ જશે. હિન્દુસ્તાનના મિલનથી દેશના દુશ્મનો ચીન-પાકિસ્તાન બંનેને બળતરા થઈ રહી છે. 

1 મહાસાગર, 2 દુશ્મન અને 41 મિત્ર, હિન્દુસ્તાનના 'મિલન'થી ચીન-પાકિસ્તાનને જબરદસ્ત બળતરા

નવી દિલ્હી: દુશ્મનોની ગેમ ઓવર કરવા માટે હિન્દુસ્તાન (India) ની નૌસેના સૌથી મોટી વોરગેમની તૈયારી કરી રહી છે. હિન્દ મહાસાગર (Indian Ocean) માં ભારતના મિત્રોનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ થશે. ચીન-પાકિસ્તાન (Pakistan) ને હિન્દુસ્તાન જ નહીં પરંતુ તેના મિત્રોથી પણ ડર લાગી રહ્યો છે. 41 દેશોના મિલન (Milan 2020) થી હવે દુશ્મનોની દરેક ચાલ પર નિગરાણી નેત્ર હાજર રહેશે. એટલે કે ભારતની આસપાસની દરિયાઈ સીમા અભેદ્ય થઈ જશે. હિન્દુસ્તાનના મિલનથી દેશના દુશ્મનો ચીન-પાકિસ્તાન બંનેને બળતરા થઈ રહી છે. 

આ વોરગેમ (Wargame) માં 70 યુદ્ધ જહાજો સમુદ્ર મંથન કરશે જેનાથી બેઈજિંગથી લઈને ઈસ્લામાબાદ સુધી ટેન્શન છે. આ બેમિસાલ તાકાતનું મિલન હિન્દ મહાસાગરમાં થઈ રહ્યું છે પરંતુ જિનપિંગ અને ઈમરાન ખાન(Impran Khan) તેના પર નજર જમાવીને બેઠા છે. વર્ષ 2020માં નેવીનો આ નિર્ણાયક યુદ્ધાભ્યાસ છે. 2 દાયકા પહેલા જ્યારે મિલનની શરૂઆત થઈ તો ફક્ત 4 દેશો સામેલ થયા હતાં. પરંતુ 2020માં પહેલીવાર હિન્દ મહાસાગરમાં ભારત સાથે 41 મિત્રો ભેગા થશે. મિલન યુદ્ધાભ્યાસ હવે અંડમાન નિકોબાર દ્વીપમાં નહીં પરંતુ વિશાખાપટ્ટનમમાં થશે. યુદ્ધાભ્યાસ માટે 12 વિદેશી વોરશિપની મંજૂરી મળી ગઈ છે. ભારતે ચીન, પાકિસ્તાન અને તુર્કીને મિલન 2020નું આમંત્રણ આપ્યું નથી. જ્યારે અમેરિકા, યુકે, ફ્રાન્સ, રશિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશો મિલન 2020માં સામેલ થશે. ભારતે ઈરાન અને ઇઝરાયેલને પણ મિલન 2020નું આમંત્રણ મોકલ્યું છે. 

સૌથી પહેલા તો એ જાણો કે સમુદ્રની વચ્ચે આ એક્સસાઈઝ કેમ જરૂરી છે. 5 દિવસ સુધી થનારા આ સમુદ્ર મંથનનો હેતુ અલગ અલગ દેશોની નેવી સાથે પરસ્પર તાલમેળ બેસાડવાનો છે જેથી કરીને જંગ કે કુદરતી આફતને પહોંચી વળવા માટે મળીને કામ કરી શકાય. ભારતના પાડોશી ચીન અને પાકિસ્તાન હંમેશા મુશ્કેલીઓ ઊભી કરતા રહે છે. દેશની હજારો મીલ લાંબી સમુદ્રી સીમા તરફ કોઈ આંખ ઉઠાવીને પણ જોઈ શકે નહીં કારણ કે ભારતે હિન્દ મહાસાગરનો સિકંદર બનવાની તૈયારી કરી લીધી છે. 

જુઓ LIVE TV

વીણી વીણીને એવા દેશો ભેગા કરવામાં આવ્યાં છે જે ચીન વિરુદ્ધ ભારતનો સાથ આપી શકે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, ન્યૂઝિલેન્ડ, ફિલિપાઈન્સ, કંબોડિયા, વિયેતનામ, બ્રુનેઈ, મ્યાંમાર, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા, સેશેલ્સ, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા, મોઝાંબિક, કેન્યા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઓમાન સામેલ છે. જેમાંથી કેટલાક દેશોના જંગી જહાજ સામેલ થશે તો  કેટલાક દેશો તરફથી ડેલિગેશન સામેલ થશે. 

વિશાખાપટ્ટનમમાં થનારી એક્સસાઈઝને તમે યુદ્ધ માટે ટ્રેનિંગ પણ કહી શકો છો. યુદ્ધ ક્યાર, ક્યા અને કોની સાથે થશે? તે ખબર નથી પરંતુ નેવીએ પોતાને આવી હાલત માટે તૈયાર રાખવી પડે છે. એમ પણ બની શકે કે ભવિષ્યમાં આ દેશોની સેનાઓએ મળીને કામ કરવું પડે. આથી જરૂરી છે કે આ દેશો વચ્ચે મજબુત સૈન્ય સંબંધ હોય અને નેવી વ્યુહાત્મક દ્રષ્ટિથી સૌથી મહત્વપૂર્ણ વિસ્તારમાં એકબીજાને મદદ કરી શકે. પાકિસ્તાન સમુદ્રી રસ્તે ઘૂસણખોરી અને ચીન સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ વધારવામાં લાગ્યું છે. તો તમે એમ પણ કહી શકો કે ચીન પાકિસ્તાનને રોકવા માટે ભારતે પોતાના મિત્રો સાથે મળીને જવાબ શોધી લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news